[પાછળ]
ઘડીયાળ મારું નાનું ઘડીયાળ મારું નાનું, તે ચાલે છાનું માનું એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે એને નથી પાંખ, પણ ચાલે ફટ ફટ એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ખાવાનું નહિ માગે પણ ચાવી આપે ચાલે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે અંધારે અજવાળે, સૌના વખતને સંભાળે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે દિવસ રાતે ચાલે પણ થાક નહિ લાગે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ટક ટક કરતું બોલે, જરા ય નહિ થોભે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ઘડીયાળ મારું નાનું, તે ચાલે છાનું માનું એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]