[પાછળ]
તને ચકલી બોલાવે તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે તને બોલાવે કુતરું કાળું ઓલી વાંકી પૂછડીવાળું ઓલી વાંકી પૂછડીવાળું નાના નાના ચાર ગલુડિયાં આવે છાના માના એક હતું ધોળું બીજું હતું કાળું ત્રીજું રંગે લાલ ને ચોથું ધાબાવાળું તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે તને બોલાવે કુતરું કાળું ઓલી વાંકી પૂછડીવાળું ઓલી વાંકી પૂછડીવાળું દડબડ દડબડ દોડી આવે ભૂલકાઓનું ટોળું એક કહે આ મારું બીજો કહે આ મારું ત્રીજો રમાડે રૂપાળું ને સૌને હુ પંપાળું તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે તને બોલાવે કુતરું કાળું ઓલી વાંકી પૂછડીવાળું ઓલી વાંકી પૂછડીવાળું ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]