[પાછળ]
નાવિકની ભક્તિ

નાવિક વળતો બોલિયો, સાંભળો માહરા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસાડું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર;
અહલ્યા ત્યાં સ્ત્રી થઈ સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહરી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને  શું જમે?  શી કરું  ત્યાં  પેર?

હસી વિશ્વામિત્ર બોલીયા, ચરણ–રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજળ લેઈને, પખાળો હરિ–પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શરણ;
નાવિકે ગંગાજળ લેઈને, પખાળ્યાં ત્યાં ચરણ.

- ભાલણ 

[પાછળ]     [ટોચ]