[પાછળ]
હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં

મથુરામાં ગ્યા'તાં અમે ગોકુળિયામાં ગ્યા'તાં મથુરામાં ગ્યા'તાં એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતી પગમાં ચાખડીયો હતી હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતી પગમાં ચાખડીયો હતી મંદિરીયાની ઓસરીમાં મંદિરીયાની ઓસરીમાં ભજન કરી ગ્યા'તાં મથુરામાં ગ્યા'તાં એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં કાળા કાળા કાન હતા ગોરી ગોરી ગોપીઓ ગોરી ગોરી ગોપીઓ મોર્યાવાળી બંડી હતી માથે કાન ટોપીઓ માથે કાન ટોપીઓ રાસ લીલા રમવામાં ભાન ભૂલી ગ્યા'તાં મથુરામાં ગ્યા'તાં એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં ભજનોની ધૂમ હતી મોહ્યો હતો ગીતમાં મોહ્યો હતો ગીતમાં મીરાં તો માધવને જોતી હતી ચિત્તમાં જોતી હતી ચિત્તમાં પથરા પણ મીરાંને સાદ પૂરી રિયા'તાં મથુરામાં ગ્યા'તાં એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યા'તાં

રચનાઃ ઈન્દુલાલ ગાંધી સ્વર: પ્રાણલાલ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]