[પાછળ]
તુળસીને પાંદડે તોલાણાં

ગુણ તો ગોવિંદના ગવાણાં ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે બંધાણાં કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણાં ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણાં બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યું ત્યારે સખીઓને વચને વેચાણાં ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા, વેદ પુરાણે વંચાણાં હરિગુરુ વચન કહે વણલખે જગત બધામાં જણાણાં ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં ઓ જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં

સ્વરઃ પ્રાણલાલ વ્યાસ ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]