[પાછળ]
પ્રભુ મારે તું રાખે
 
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
કાંઈ નથી બીજું  કહેવું  મારે, કાંઈ નથી બીજું  કહેવું મારે

તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ
તું રાખે તેમ-            તું રાખે તેમ રહેવું
જયશ્રી કૃષ્ણ, જયશ્રી કૃષ્ણ એક જ નામ લેવું મારે
તું રાખે તેમ રહેવું,    પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

તારે  દેવું  દુઃખ  હશે  તો  હસતે  મુખડે  સહેવું
ધન વૈભવની ઈન્દ્રજાળમાં રચ્યા પચ્યા નથી રહેવું
બીજું કાંઈ નથી લેવું દેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

માયાની  ભૂલવણીમાં    મારી  કાયા  ભૂલી  પડી છે
પ્રેમલ જ્યોતિ   પાથરવા  પ્રભુ  તારી  જરૂર પડી છે
મને જગ લાગે મૃગજળ જેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

ગીત, સંગીત અને સ્વરઃ અવિનાશ વ્યાસ
ચિત્રપટઃ કૃષ્ણ-સુદામા (૧૯૪૭)
ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]