પગ ધોવા દ્યો રઘુરાય પગ તમે ધોવા દ્યો રઘુરાય પ્રભુ મને વહેમ પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય રામ લખમણ જાનકી એ જ્યારે તીર ગંગાને જાય નાવ માગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઈ તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય રજ તમારી કામણગારી, મારી નાવડી નારી થઈ જાય તો અમારી રંક જનની આજીવિકા ટળી જાય તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય વાણી સૂણતાં ભીલજનની રે જાનકી મુસકાય અભણ કેવું યાદ રાખે ને ભણેલ ભૂલી ભૂલી જાય તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય નાવડીમાં બાવડી ઝાલે રામ તણી ભીલરાય પાર ઉતરી (રામે) પૂછિયું તમે શું લેશો ઉતરાઈ? તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય નાયીની ઉતરાઈ કદી નાયી લ્યે નહિ આપણે ધંધાભાઈ ‘કાગ’ લ્યે નહિ ખારવાની કદી ખારવો ઉતરાઈ તમારા પગ ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાંય તમારા પગ ધોવા દ્યો રઘુરાય શબ્દ, સૂર અને સ્વરઃ દુલા ભાયા ‘કાગ’ ક્લીક કરો અને સાંભળોઃ ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડ
|