[પાછળ]
આ દુનિયા દુકાનદારી
 
આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

જેવું રે દેતો એવું રે લેતો એના ઘરાક સૌ સંસારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

જેનું ખાતું  જેવું  રે બોલે  એવું  એ ત્રાજવડે તોલે
એનો ભાવ તો સદા સરીખો  ધનિક કે ભીખારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી
	
સદાય સાચો  કદી ન ખોટો   નફો સદા એને   કદી ન તોટો
કદી ન ધોખો એનો હિસાબ ચોખો એને કદી નથી નાદારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

સોની રે કેવો  સોનુ રે મોંઘું  તોળે તુલસીને  પાને
ધોબી  કેવો કે  પાપ  પરાયા  ધોતો  તાણેવાણે રે

વૈદડો     કેવો    વૈદડો    કેવો    કે
નાડ રોગીની નસનસમાં એ પેંછાણે રે

શેઠિયો કેવો  કે  એની થાળી  સદા  ભરેલી ભાણે
એનો  ધંધો   કદી  ન  અંધો,  એવો  ધંધાદારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

સ્વરઃ અભરામ ભગત
શબ્દ અને સંગીતઃ અવિનાશ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]