[પાછળ]

1-john-4-16
ઈશ્વર છે પ્રેમસ્વરૂપ

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,  ઈશ્વર છે આનંદસ્વરૂપ,  ઈશ્વર છે શાંતિસ્વરૂપ

પ્રેમ સૂર્ય-કિરણ શો પ્રભુનો નીતરતો, હૂંફ દઈને નવલું જીવન ભરતો
વસંતમાં સૌ ફૂલો પ્રફુલ્લિત લહેકે, એમ જ પ્રેમ પ્રભુનો ચોમેર મહેકે
શીતળ  એની શાંતિ વર્ષા જેવી, તરબોળ ધરાને કરતી રસાળ કેવી!

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,  ઈશ્વર છે આનંદસ્વરૂપ,  ઈશ્વર છે શાંતિસ્વરૂપ
ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,  ઈશ્વર છે આનંદસ્વરૂપ,  ઈશ્વર છે શાંતિસ્વરૂપ

બાળક આપણે સૌએ ઈશ્વર કેરા, એણે કર્યા છે નિજના પ્રતિરૂપ જેવા
આનંદ,  પ્રેમ  ને  શાંતિ  રેલાવીએ,   ધરતી  પર ચોપાસે  રેલાવીએ

ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,  ઈશ્વર છે આનંદસ્વરૂપ,  ઈશ્વર છે શાંતિસ્વરૂપ
ઈશ્વર છે પ્રેમસ્વરૂપ,  ઈશ્વર છે આનંદસ્વરૂપ,  ઈશ્વર છે શાંતિસ્વરૂપ

ઈશ્વર છે શાંતિસ્વરૂપ, ઈશ્વર છે શાંતિસ્વરૂપ

ક્લીક કરો અને સાંભળો
સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદના એક
સંલગ્ન એકમ ‘ગુર્જરવાણી’ની પ્રસ્તુતી:
[પાછળ]     [ટોચ]