[પાછળ]

તું મને ભગવાન એક વરદાન
 
તું મને  ભગવાન  એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું  મને ત્યાં સ્થાન આપી દે

હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન
જિંદગીનું નામ છે  બસ બોજ  ને બંધન

આખરી   અવતારનું   મંડાણ   બાંધી દે
જ્યાં વસે છે તું  મને ત્યાં સ્થાન આપી દે

આ ભૂમિમાં  ખૂબ ગાજે  પાપના પડઘમ
બેસૂરી થઈ જાય મારી  પુણ્યની સરગમ

દિલરુબાના    તારનું   ભંગાણ સાંધી દે
જ્યાં વસે છે તું  મને ત્યાં સ્થાન આપી દે

જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ
જોમ જાતાં કોઈ અહિંયા  ના  કરે પોષણ

મતલબી   સંસારનું   જોડાણ   કાપી  દે
જ્યાં વસે છે તું  મને ત્યાં સ્થાન આપી દે

રચના: પ્રવીણભાઈ વી. દેસાઈ (બોટાદવાળા)
ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]