[પાછળ]
માનવ નડે છે માનવીને

માનવ નડે છે માનવીને  મોટો થયા પછી
ચાવી  મળે  ગુનાઓની  જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવીને…

માતા પિતાની  ગોદમાં  મમતા  હતી  ઘણી
બદલી ગયો તું પરણીને  યૌવન મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

ગાતો હતો  તું ગીત કાયમ  પ્રભુ તણાં
ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી
માનવ નડે છે માનવીને…

નમતો  હતો  તું  સર્વને  નિર્ધનપણાં  મહીં
ઝગડા હવે કરે બધે  પ્રભુ કૃપા મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

હું  પણ  પ્રભુ બનીને   પૂજાવું   છું ઘણે
‘આપ’ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી
માનવ નડે છે માનવીને…

રચના: આપાભાઈ ગઢવી કવિ ‘આપ’

ક્લીક કરો અને સાંભળોઃ


ઓડિયો ક્લીપ સૌજન્ય;
ડૉ. દિલીપ ભટ્ટ, સાવરકુડલા
[પાછળ]     [ટોચ]