
।। ભગવાન શ્રી મહાવીર સ્વામી ।।
તમે મન મૂકીને વરસ્યાં
તમે મન મૂકીને વરસ્યાં,
અમે જનમ-જનમના તરસ્યાં.
તમે મુશળધારે વરસ્યાં,
અમે જનમજનમના તરસ્યાં.
હજારે હાથે તમે દીધું પણ
ઝોળી અમારી ખાલી,
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો
તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં,
અમે ઝેરના ઘૂંટડા સ્પર્શ્યાં. તમે...
સ્નેહની ગંગા તમે વહાવી
જીવન નિર્મળ કરવા,
પ્રેમની જ્યોતિ તમે જગાવી
આતમ ઉજ્જ્વળ કરવા.
તમે સૂરજ થઈને ચમક્યાં,
અમે અંધારામાં ભટક્યાં. તમે...
શબ્દે શબ્દે શાતા આપે
એવી તમારી વાણી,
એ વાણીની પાવનતાને
અમે કદી ના પીછાણી.
તમે મહેરામણ થઈ ઉમટ્યાં,
અમે કાંઠે આવી અટક્યાં. તમે....
ક્લીક કરો અને સાંભળો
તમે મન મૂકીને વરસ્યાં અમે જનમ-જનમના તરસ્યાં
|