[પાછળ]


આજ મારા દેરાસરમાં

આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વરસ્યાં રે
મુખડું દેખી પ્રભુ તમારું હૈડાં સૌનાં હરખ્યાં રે 

ઝગમગ ઝગમગ જ્યોતિ ઝળકે, વરસે અમીરસ ધારા રે
રૂપ અનુપમ  નિરખી વિકસે અંતરભાવ અમારા રે

આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વરસ્યાં રે
મુખડું દેખી પ્રભુ તમારું હૈડાં સૌનાં હરખ્યાં રે 

વીર પ્રભુની માયામાંથી ભક્તિ કેરા રંગ જમાયા
ચરણકમળની સેવા પામી ભક્તે પ્રભુગુણ ગાયા

આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વરસ્યાં રે
મુખડું દેખી પ્રભુ તમારું હૈડાં સૌનાં હરખ્યાં રે 

ભવ અનંતના બંધન તૂટ્યાં ભ્રમણા ભાંગી ગઈ
વિજય વર્યો શિવપુરને પંથે મતલબ પૂરી થઈ

આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વરસ્યાં રે
મુખડું દેખી પ્રભુ તમારું હૈડાં સૌના હરખ્યાં રે

ક્લીક કરો અને સાંભળોઃ
આજ મારા દેરાસરમાં મોતીડે મેહ વરસ્યાં રે

[પાછળ]     [ટોચ]