[પાછળ]
માને તો મનાવી લેજો રે

માને તો મનાવી લેજો રે.. હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી, માને તો મનાવી લેજો રે.. મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો, માનીતીને ભૂલી ગ્યા છો રે.. હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો રે.. એકવાર ગોકુળ આવો, માતાજીને મોંઢે થાવો, ગાયોને હંભારી જાઓ રે.. હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો રે.. જમુનાને કાંઠે રહ્યા’તા લૂંટી મુને માખણ ખાતા રે છોડ્યા તુંને જૂના નાતા રે હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો રે.. તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ, ગુણ ગાયે ભગો ચારણ, હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી માને તો મનાવી લેજો રે..

રચનાઃ ભગો ચારણ સ્વર: ડૉ. દિપ્તી ભટ્ટ
ક્લીક કરો અને સાંભળોઃ માને તો મનાવી લેજો રે
[પાછળ]     [ટોચ]