યમુના જળમાં કેસર ઘોળી
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર પ્યારમાં
તેલ સુગંધીવાળું નાખું વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
કુમકુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વા'લમા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હસતી જાઉં વાતે વાતે નાચી ઊઠું તાલમાં
નજર ન લાગે શ્યામસુંદરને ટપકાં કરી દઉં ગાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કરમાં કંકણ વા'લમા
કાનોમાં કુંડળ કંઠે માળા ચોરે ચીતડું ધ્યાનમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં
કૃષ્ણકૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શામળા
રાખો ચરણે શામળા હો રાખો ચરણે શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
ક્લીક કરો અને સાંભળોઃ
|