[પાછળ]
મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી દર્શન આપો દુઃખડાં કાપો મેવાડના શ્રીનાથજી ચરણકમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજીને દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી હું દુઃખીઆરો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી રે આશિષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી તારે ભરોસે જીવનનૈયા સોંપી રહ્યાં શ્રીનાથજી રે બની કૃપાળુ પાર ઊતારો મેવાડના શ્રીનાથજી ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી રે મુજ આંગણિયે વાસ તમારો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી દર્શન આપો દુઃખડાં કાપો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]