ડાઉનલોડ સગવડ
આપણા સૌની મનગમતી વેબસાઈટ www.mavjibhai.com પર મૂકાયેલી તમામ ઓડિયો અને વિડિયો ફાઈલ સરળતાથી ડાઉનલોડ થઈ શકે તે હેતુથી હવે આ વેબસાઈટનો એક વૈકલ્પિક ફ્રી બ્લોગ વર્ડપ્રેસ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ડપ્રેસ બ્લોગનું સરનામું આ પ્રમાણે છેઃ
https://mavjibhai90735916.wordpress.com/
આ નવા બ્લોગનું કામકાજ તા. ૧લી જૂલાઈ, ૨૦૧૮થી શરૂ કરવામાં આવ્યું હતું. વર્ડપ્રેસ કંપની તરફથી તેની ફ્રી બ્લોગ સગવડ પર ઘણીબધી મર્યાદાઓ અને મનાઈ મૂકવામાં આવી હોવાથી મૂળ વેબસાઈટના દરેક વેબપૃષ્ઠમાં ઘણા ફેરફાર કર્યા પછી જ તે વર્ડપ્રેસ પર મૂકી શકાયા છે. અંદાજે ૧૦ મહિનાના ગાળામાં આ કામગીરી પૂર્ણ કરાઈ છે. માત્ર ૭-૮ ટકા સામગ્રી ટેકનિકલ કારણસર વર્ડપ્રેસ બ્વોગ પર મૂકી શકાઈ નથી. ભવિષ્યમાં જો શક્ય બનશે તો તે સામગ્રી યથાવત્ અથવા નવા સ્વરુપે બ્લોગ પર મૂકાશે.
આ નવા વર્ડપ્રેસ બ્લોગ પર જે ઓડિયો-વિડિયો સામગ્રી મૂકાઈ છે તે તો તમે સહેલાઈથી સાંભળી-જોઈ શકો છે અને તે ડાઉનલોડ પણ કરી શકો છો. તમારો આ ડાઉનલોડનો અનુભવ કેવો રહે છે તે વિશે મને અવારનવાર ઈ-મેલથી જણાવતા રહેવા વિનંતી છે.
-માવજીભાઈના પ્રણામ