[પાછળ]

મંગલ મંદિર ખોલો મંગલ મન્દિર ખોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, દયામય! મંગલ મન્દિર ખોલો! તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, લ્યો, દયામય! મંગલ મન્દિર ખોલો! નામ મધુર તમ રટ્યો નિરન્તર, શિશુ સહ પ્રેમે બોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ-અમીરસ ઢોળો, દયામય! મંગલ મન્દિર ખોલો!

- નરસિંહરાવ દિવેટિયા ક્લીક કરો અને સાંભળો

[પાછળ]     [ટોચ]