[પાછળ]
 એક જ દે ચિનગારી 
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી

ચકમક લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી  એક સગડી મારી, વાત  વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...

ઠંડીમાં   મુજ  કાયા  થથરે, ખૂટી   ધીરજ   મારી
વિશ્વાનલ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...
- હરિહર ભટ્ટ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]