[પાછળ] |
હતો હું સૂતો પારણે પુત્ર નાનો હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહા હેતવાળી દયાળી જ મા તું સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું મહા હેતવાળી દયાળી જ મા તું લઈ છાતી સાથે બચી કોણ લેતું તજી તાજું ખાજું મને કોણ દેતું મને કોણ મીઠા મુખે ગીત ગાતું મહા હેતવાળી દયાળી જ મા તું પડું કે ખડું તો ખમા આણી વાણી પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી પછી કોણ પોતા તણું દૂધ પાતું મહા હેતવાળી દયાળી જ મા તું -દલપતરામ |
[પાછળ] [ટોચ] |