[પાછળ]

આ મોજ ચલી આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી, એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી. ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે? આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી. હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી, ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી. હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી? આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું, એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી. આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે, ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી. - મકરંદ દવે
[પાછળ]     [ટોચ]