[પાછળ]

એક જ્વાલા જલે

એક જ્વાલા જલે તુજ નેનનમાં રસજ્યોત નિહાળી નમું હું નમું એક વીજ ઝલે નભમંડળમાં રસજ્યોત નિહાળી નમું હું નમું મધરાતના પહોર અઘોર હતાં અંધકારના દોર જ ઓર હતાં તુજ નેનનમાં મોરચકોર હતાં રસજ્યોત નિહાળી નમું હું નમું અહા! વિશ્વના દ્વાર ખુલ્યાં, ઉછળ્યાં અહા! અબધૂતને બ્રહ્મયોગ મળ્યાં અહા! લોચન લોચન માંહી ઢળ્યાં રસજ્યોત નિહાળી નમું હું નમું દગ્બાણથી પ્રારબ્ધલેખ લખ્યાં કંઈ પ્રેમીએ પ્રેમપંથી પરખ્યાં અને આત્માએ આત્મનને ઓળખ્યો રસજ્યોત નિહાળી નમું હું નમું

-મહાકવિ નાનાલાલ

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]