[પાછળ]

યા હોમ કરીને પડો

સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે કેટલાંક કર્મો વિષે ઢીલ નવ ચાલે શંકા ભય તો બહુ રોજ હામને ખાળે હજુ સમય નથી આવિયો કહી દિન ગાળે જન બહાનું કરે નવ સરે અર્થ કો કાળે ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને તે પરશુરામ પરસિદ્ધ રહ્યો નિજ વચને સાહસે ઈન્દ્રજિત શૂર હણ્યો લક્ષ્મણે સાહસે વીર વિક્રમ જગત સહુ ભણે થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે સાહસે કોલંબસ ગયો નવી દુનિયામાં સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં સાહસે લ્યુથર તે થયો પોપની સામાં સાહસે સ્કોટે દેવું રે વાળ્યું જોતામાં સાહસે સિકંદર નામ અમર સહુ જાગે યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે સાહસે જ્ઞાતિના બંધ કાપી ઝટ નાખો સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો સાહસે કરો વેપાર જમે સહુ લાખો સાહસે તજી પાખંડ બ્રહ્મરસ ચાખો સાહસે નર્મદા દેશદુઃખ સહુ ભાગે યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

-નર્મદ ક્લીક કરો અને સાંભળો ઓડિયો ક્લીપ સૌજન્યઃ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન અમદાવાદ

[પાછળ]     [ટોચ]