[પાછળ]
રણઝણ મીણા ચડ્યા

અમથા અમથા અડ્યા કે અમને રણઝણ મીણા ચડ્યા એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબુર ખટક અમારે હતી કોઈ દી બજવું નહિ બેસૂર રહ્યાં મૂક થઈને અબોલ મનડે છાના છાના રડ્યા કે અમને રણઝણ મીણા ચડ્યા જનમ જનમ કૈં ગયા વીતી ને ચડી ઉતરી ખોળ અમે ન કિન્તુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ અમે અમારે રહ્યાં અઘોરી નહીં કોઈને નડ્યા કે અમને રણઝણ મીણા ચડ્યા આ જનમારે ગયા અચાનક અડી કોઈના હાથ અડ્યા ન કેવળ થયા તમારા તાર તારના નાથ સૂર સામટા રહ્યાં સંચરી અંગ અંગથી દડ્યા કે અમને રણઝણ મીણા ચડ્યા હવે લાખ મથીએ નવ તો યે રહે મૂક અમ હૈયું સૂરાવલિ લઈ રહ્યું છે સાંવરનું સામૈયું જુગ જુગ ઝંખ્યા સરોદસ્વામી જોતે જોતે જડ્યા કે અમને રણઝણ મીણા ચડ્યા

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]