[પાછળ]

ખમ્મા વીરાને

ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ મોંઘામૂલો છે મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ બીજો સોહાગી મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલ પારણે વિરાજે મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ ફુલમાં ખીલે છે મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ આંગણે ઉજાસ મારે સૂર્યનો રે લોલ ઘરમાં ઉજાસ મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ એક તો આનંદ મારા ઉરનો રે લોલ બીજો આનંદ મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ દેવે દીધી છે મને માવડી રે લોલ માવડીએ દીધો મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ -મહાકવિ નાનાલાલ
[પાછળ]     [ટોચ]