[પાછળ] |
પરમેશ્વરઉપકાર કરીને મૂક રહે સામો ઉપકાર ન લેશ ચહે જે નિડરપણે હિત સ્પષ્ટ કહે તે મારે મન પરમેશ્વર છે દુનિયા જ્યારે નિંદા કરશે મિત્રો પણ જ્યારે પરિહરશે ત્યારે જે સાથે સંચરશે તે મારે મન પરમેશ્વર છે જનનાં દોષો માફ કરે પરનાં મેલોને સાફ કરે બળતા હૃદયોની બાફ હરે તે મારે મન પરમેશ્વર છે -પ્રભાશંકર પટ્ટણી |
[પાછળ] [ટોચ] |