[પાછળ] |
મોજ મહીં શું તારું-મારું! લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું! મારું, તારું ને ગમવું પણ, લાવ, લાવ કરીએ સહિયારું! તું જીતે ને થાઉં ખુશી હું, લેને, ફરી ફરીને હારું! ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના, બાકી સઘળું પ્યારું પ્યારું! હસિયે રમિયે મીઠું લાગે, થૂ, આંસુ તો લાગે ખારું! ગીત હોય તો શીદ અબોલા, તું ઝીલી લે, હું લલકારું! રમિયે ત્યાં લગ હાથ રમકડું, મોજ મહીં શું તારું-મારું! -રાજેન્દ્ર શુક્લ |
[પાછળ] [ટોચ] |