[પાછળ]

નેતિ નેતિ

આ આવું છે, ને આટલું, એવું નહીં નહીં બાકી રહે છે કેટલું, બીજું કંઈ કંઈ! માણસમાં મૂક્યું મન; અરે, એ તો કમાલ છે મન ન માટી-માટલું, બીજું કંઈ કંઈ! જોયા કરે શું શૂન્યની સામે ટગર ટગર? ના પ્રશ્ર્નનું એ પોટલું, બીજું કંઈ કંઈ! બ્રહ્માંડ જેવું અન્ય અંડ સેવી એ શકે સંઘરે આ કોચલું, બીજું કંઈ કંઈ! દર્શન થશે તનેય તુંમાં એ અખિલનું તું માત્ર નથી ચાટલું, બીજું કંઈ કંઈ! જરીક ચિત્ત-પાર જૈ તું, તે તરાજુ તોલ અહંનું મૂકી કાટલું, બીજું કંઈ કંઈ! ઉશનસ્! તને જો આંખ, તો પર્દાની પાર જો દાખે એ વસ્ત્ર ફાટલું, બીજું કંઈ કંઈ! -ઉશનસ્
[પાછળ]     [ટોચ]