[પાછળ]

ચંદ્રીએ અમૃત મોકલ્યાં

ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે બહેન ફુલડાં કટોરી ગૂંથી લાવ : જગમાલણી રે બહેન અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન અંજલિમાં ચાર ચાર ચારણી રે બહેન અંજલિયે છૂંદણાંના ડાઘ : જગમાલણી રે બહેન અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન ઝીલું નહિ તો ઝરી જતું રે બહેન ઝીલું તો ઝરે દશધાર : જગમાલણી રે બહેન અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન ફુલડાંમાં દેવની હથેળીઓ રે બહેન દેવની કટોરી ગૂંથી લાવ : જગમાલણી રે બહેન અમૃત અંજલિમાં નહિ ઝીલું રે બહેન -મહાકવિ નાનાલાલ
[પાછળ]     [ટોચ]