[પાછળ]

મહેમાનો ઓ વ્હાલાં


     મહેમાનો ઓ વ્હાલાં  પુનઃ પધારજો
     તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો

     કરજો માફ હજારો પામર પાપ જે
     દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો

     મહેમાનો ઓ વ્હાલાં  પુનઃ પધારજો
     ઉન્નત  ગિરિશૃંગોનાં  વસનારા  તમે

     ઉતર્યાં  રંક ઘરે શો પુણ્ય પ્રભાવ જો
     શુશ્રૂષા  સારી  ના  અમને  આવડી

     લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો
     મહેમાનો ઓ  વ્હાલાં  પુનઃ પધારજો
     -મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત 
[પાછળ]     [ટોચ]