[પાછળ]


પ્રભુમય જીવન

(તોટક)

મુજ જીવન આ પ્રભુ તુંથી ભરું
બલ દે અભિલાષ હું એહ ધરું

મુજ દેહ વિશે વળી આત્મ વિશે
જડચેતનમાં પ્રભુ વાસ  વસે

મુજ રક્ત વિશે મુજ નાડી વિશે
મુજ દ્દષ્ટિ વિશે મુજ વાણી વિશે

મુજ તર્ક વિશે મુજ કર્મ વિશે
પ્રભુ વાસ વસો મુજ મર્મ વિશે

શિરમાં ઉરમાં  મુખમાં  કરમાં
પ્રભુ વ્યાપી રહો મુજ અંતરમાં

મુજ  જીવન  કેરું રહસ્ય ઊંડું
બન પ્રેરક ચાલક શાસક  તું

ધરીને  ઉરમાં  રસની પ્રતિમા
જહિં ઉન્નતિનો સ્થિર છે મહિમા

સ્મરી આકૃતિ એ નિજ પીંછી ધરે
અનુસાર જ  ચિત્ર પછી ચિતરે

જ્યમ ચિત્રક  એ મન મૂર્તિ વડે
બહુ સુંદર  ઉત્તમ  સૃષ્ટિ  રચે

ત્યમ  જીવનમાં પટની  ઉપરે
મુજ લેખન તે તુજ સાક્ષી પુરે

પ્રભુ  મુદ્રિત અંકિત તું  હ્રદમાં
કૃતિઓ બધી ત્વમય હો જગમાં

મુજ વર્તનથી છબી જે બની રહે
તુજ ઉજ્જ્વલ રૂપની ઝાંખી દિયે

	-રમણભાઈ નીલકંઠ
 
[પાછળ]     [ટોચ]