[પાછળ] 
            વસન્તે! વસન્તે!

વીણા નીરવ જગાડી આ કોણે? કોણે આજે નૂતન છન્દે ભર્યું જીવન આ આનંદે? વસન્તે! વસન્તે! પવન વહે આતુર ગાને જાગે તૃષ્ણા પ્રાણે પ્રાણે કળી જાગે નૂતન રંગે ભરી જીવન જો આનંદે! વસન્તે! વસન્તે! આવી આતુર ગાને હૃદયદ્વારે આજે આવી સકલ મર્મે મારે માગ્યું મારું હૃદય ધન રે કોણે આજે કુસુમ શ્વાસે? કોણ બોલાવે દિગ દિગન્તે ભરી જીવન નૂતન છન્દે? વસન્તે! વસન્તે! વીણા નીરવ જગાડી આ કોણે? કોણે આજે નૂતન છન્દે ભર્યું જીવન આ આનંદે? વસન્તે! વસન્તે! -સ્નેહરશ્મિ
 [પાછળ]     [ટોચ]