[પાછળ] 
         નહિ નમશે નહિ નમશે
નહિ નમશે નહિ નમશે નિશાન ભૂમિ ભારતનું ભારતની એ ધર્મધજાનું સાચવશું સન્માન! નિશાન ભૂમિ ભારતનું ઐક્ય તણો એ અમરપટ્ટો છે મુક્તિનું વરદાન! નિશાન ભૂમિ ભારતનું ભારતમાના મંદિર પર એ શાંતિનું એંધાણ! નિશાન ભૂમિ ભારતનું નિર્ભયતાની નોબત છે એ પ્રેમ તણું શુભ ગાન! નિશાન ભૂમિ ભારતનું એની ટેક નિભાવવા કાજે તન મન ધન કુરબાન! નિશાન ભૂમિ ભારતનું -ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
 [પાછળ]     [ટોચ]