ભારત મનુકુલ મનન ધારાભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય
ભારત ઉન્નત નરવર
ભારત નહિ ગંગા નહિ યમુના
ભારત સંસ્કૃતિનિર્ઝર
ભારત નહિ વન નહિ ગિરિ ગહ્વર
ભારત આત્મની આરત
ભારત તપ્ત ગગન કે રણ નહિ
જીવનધૂપ જ ભારત
ભારત તે રત્નાગર રિદ્ધિ ન
ભારત સંતતિરત્ન
ભારત ષડ્ઋતુ ચક્ર ન ભારત
અવિરત પૌરુષયત્ન
ભારત ના લખચોરાસી કોષો
વિસ્તરતી જડભૂમિ
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ
વીર પ્રાણની ઊર્મિ
ભારત એકાકી અવધૂત ન
કે ચિરનિરુદ્ધ કારા
ભારત જગની જમાત વચ્ચે
મનુકુલ મનનની ધારા
-ઉમાશંકર જોશી ક્લીક કરો અને સાંભળોઃ
|