[પાછળ] |
હું શું જાણું કે વહાલે મુજમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું હું જાઉં જળ ભરવા ત્યાં પુંઠે પુંઠે આવે વગર બોલાવ્યે વહાલો બેલડું ચડાવે વઢું ને તરછોડું તોય રીસ જરી ન લાવે કોઈ કોઈ મિષે મારે ઘેર આવી બોલાવે દૂર થકી દેખી વહાલો મુને દોડ્યો આવે પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે મુને એકલડી દેખી મારે પાલવ લાગે રંક થઈ કાંઈ કાંઈ મારી પાસે માગે મુને જ્યાં જતી જૂએ ત્યાં આગે આવી ઢૂંકે બેની દયાનો પ્રીતમ કેડો મારો નવ મૂકે -દયારામ |
[પાછળ] [ટોચ] |