[પાછળ] |
હરિવર મુજને હરિ ગયોહરિવર મુજને હરી ગયો મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો અબુધ અંતરની હું નારી હું શું જાણું પ્રીતિ હું શું જાણું કામણગારી મુજ હૈયે છે ગીતિ એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો સપનામાંયે જે ના દીઠું એ જાગીને જોવું આ તે સુખ છે કે દુઃખ મીઠું રે હસવું કે રોવું ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો હરિવર મુજને હરી ગયો -નિરંજન ભગત |
[પાછળ] [ટોચ] |