[પાછળ] 
ફૂલના રસથી

ફૂલના રસથી પ્યાલા ભરિયે  આવો જરા મન હળવું કરીયે
જ્યાં ડૂબે છે  ભયથી દુનિયા  ત્યાં તરવાની  ગમ્મત કરીયે

દુઃખની યાદી જનમો લાંબી બહેતર છે ખુદને જ વીસરિયે
કેમ  ઝૂકે  ના  પ્રેમનું  પલ્લું  દિલને  બદલે  માથું  ધરિયે

વહાલા પણ  વેરી  થઈ બેઠાં   દિલને  થોડું  કાઠું  કરીયે
કોઈની રૂખસદ ટાણે  મનવા આંસુ લઈ આડે ન ઊતરિયે

લાડ લડાવ્યાં ઈશને વરસો કોક દિવસ તો શૂન્યને સ્મરિયે
ફૂલના રસથી પ્યાલા ભરિયે આવો જરા મન હળવું કરીયે
-‘શૂન્ય’ પાલનપુરી
ક્લીક કરો અને સાંભળો
ગઝલની પ્રસ્તુતી ‘શૂન્ય’ પાલનપુરીના પોતાના જ સ્વરમાં

[ઓડિયો સૌજન્યઃ ભાવેશ એન. પટ્ટણી, અમદાવાદ]

 [પાછળ]     [ટોચ]