[પાછળ] 
જીવનવ્રત સંકલ્પ

શિખરિણી
નથી હું તારો ને, તું નવ બનજે મારી  કદિ યે
નથી બંધાવું ને, સખિ નવ તને બાંધુ  કદિ યે
મને બેડી ભારી, વસમી  નિજ લાગે હુંપદની
ઉમેરું ક્યાં તેમાં, નવીન કડી પાછી  મમતની

રખે માની લેતી,  મુજ હૃદયની આગ ઠરી છે
અને તાલાવેલી,  તુજ મિલન  માટેની મરી છે
હતો તેવો હું છું,  થનગનતી છે એ જ લગની
હજુ યે એ જુનો, જલવી જલતો  પ્રેમ અગની

પરંતુ  તું મારી,  બની કરી રખે  તું જ ન રહે
(અને शान्तम् पापम्)                      
અને એવું થાતાં, મુજ દિલ તને વ્હાલી ન ચહે
હશે આ ભીતિ,  તે ફક્ત મુજ હૈયાની ભ્રમણા
છતાં મેં તો વાળ્યો,  જીવનવ્રત  સંકલ્પ મનમાં

તું મારે ધ્રુ જેવી,  રહિશ હું ય સપ્તર્ષિ સરિખો
તું પે માંડી નેણાં,  સતત સખિ અસ્પૃશ્ય ફરતો
-કરસનદાસ માણેક
 [પાછળ]     [ટોચ]