[પાછળ]

મેશ ન આંજું રામ

મેશ ન આંજું રામ લેશ જગ્યા નહિ હાય સખીરી નયન ભરાયો શ્યામ એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ મેશ ન આંજું રામ કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ મેશ ન આંજું રામ -નિનુ મઝુમદાર

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]