[પાછળ]
હરિ પ્રતિ પ્રતિહરિગીત
છોડો હરિ, મારી બાંય ન પકડો! મગરનું જડબું અમને મુબારક, તમ જડબે ના જકડો! છોડો હરિ મારી બાંય ના પકડો! સીધા હતા તોય અમને ટોક્યા, વહેતા હતા તે વચમાં રોક્યા, લખચોરાશી માથે ઠોક્યા! અખિલ કાપીને તમે હાથમાં આપ્યો ખાલી કકડો! અમને અમારે હાલે છોડો વચમાં કોઈ નાખો ના રોડો છૂટ્યો છે હણહણતો ઘોડો સમજી લો કે, તમારી સામે નીકળ્યો જીવ વઢકડો! હવે અમારા બલથી લડીશું. હવે ન કો ચુંગાલે પડશે અમે ખુદ પછી અમને જડશું હોય અમારો, સાવ સમૂળગો, ભલે યત્ન નાનકડો! છોડો હરિ મારી બાંય ન પકડો.

-સુંદરમ્

[પાછળ]     [ટોચ]