[પાછળ] |
દેવબાલ (અનુષ્ટુપ) ઈલા ! કદી હોત હું દેવબાલ ! તારા ભરી આપત એક થાળ, એના વડે કૂકડીદાવ સાથે બંને રમ્યાં હોત અહો નિરાંતે. ચાંદો ફરંતો નભથી હું લાવી, બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી; ને એ દડે હું વીજરેખ બાંધું એને ઉછાળી જળવ્યોમ સાંધું. ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ લાવે સજાવું તુજ અંગ ન્યારું; ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે. -ચંદ્રવદન મહેતા |
[પાછળ] [ટોચ] |