[પાછળ]
બાની ચીમટી

‘હતો તું તોફાની, અરે જિદ્દી માની, કદિ કદિ મને ખૂબ પજવી, અને મેં યે રીસે ઘણી ઘણી તને ચૂંટી ય ખણી, સુંવાળા એ ગોરા તુજ વદનની રોશની હણી. અરે, તું શું જાણે? હતો તું એ ટાણે કની ઠમકતો બાલ ભૂલણો; ઘડી પહેલાંનું સૌ તુજ રમતમાં વીસરી જતો, ફરી મારો ખોળો ભરી હૃદય મારું ભરી જતો.’ *** ‘મીઠી માડી મારી, ભરી દૂધે ઝારી મુજ મુખ ધરીને ઊલટથી ન શું પાયાં મોંઘાં અમૃત અધિકાં દૂધ દિલનાં? ન શું છાનાં હેતે નયન - ઉર ઉદ્દીપિત કર્યા? ન શું નીચોવીને મુજ જીવનમાં જીવન ભર્યા? તું તો મારી બા, એટલું બસ મને નિત્ય સ્મરવા નવ હું સ્મરતો લાત પ્રહરી, અવ વિસરી જા, બા તું ચીમટી.’

-સુંદરજી બેટાઈ
[પાછળ]     [ટોચ]