[પાછળ]
એક જ ડાળના પંખી

એક જ ડાળના પંખી
અમે સહુ એક જ ડાળના પંખી

વિહરીયે કદી આભમાં ઊંચે
ઊડી ઊડી કદી આવીએ નીચે
કિલ્લોલ કરતા રહેતા ઉમંગી
એક જ ........

સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ
લડીએ - વઢીએ, કદી જુદા જ થઈએ
તોયે નિરંતર રહેતા સંપી
એક જ .......

ધરતીને ખોળે બાળ અમે સહુ
કરીએ કુદરત ગાન અમે સહુ
જીવન કેરા પ્રવાસના સંગી
એક જ .......
-શાંતિલાલ ભાણજી શાહ
[પાછળ]     [ટોચ]