[પાછળ]

સદ્‌ભાવના ન મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ હું એવો નહિ રંક કે અવરની મારે દયા જોઈએ આવ્યો છું લઈ નગદ હાથ કરવા સોદો મને ભાવતો રાજા ચોર લીયે હરી નહિ કદા એવી મતા જોઈએ આપે તો ગુજરાન આપ મુજને મારી લઈ ખાતરી થોડા આપ દિનો સુખ તણા, ના વાસના જોઈએ જો તું દાન કરે મને ભગવતી, દે દાન હૈયા તણું હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું, હા, જોઈએ જો કે ના મુજ માગણી તુજ કને, સંકોચ જેનો તને રે, ઝાઝું તુજ પાસ હોય નહિ તો સદ્‌ભાવના જોઈએ -મગનલાલ ભૂધરભાઈ પટેલ (પતીલ)

[પાછળ]     [ટોચ]