[પાછળ]

મૉડર્ન મમ્મી !!!! મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. રહેવાનું રાખ્યું છે અહીંયાં ગુજરાતમાં જ્યાં લેવાતા ઈંગ્લિશમાં શ્ર્વાસ છે. મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. વેકઅપ, ક્વિક, ફાસ્ટ, ચલો ઝટ્ટ કરો બ્રશ ઍન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સ. ઑલરેડી ઑનલાઈન ક્લાસ ઈઝ સ્ટાર્ટ કેમ ભૂલી જાવ રોજ મારી ટિપ્સ? દાદીમા બોલ્યાં કે ધીમે જરાક, ત્યાં તો મમ્મી કહે નોટી બદમાશ છે, મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. સાયન્સ કે મેથ્સમાં કે ઈંગ્લિશ કે ગમ્મે ત્યાં માર્કસ એક ઓછો ના ચાલે મૉડર્ન મમ્મીઓ તો જિનિયસ બનાવવાના સપનામાં રાતદિવસ મ્હાલે લેફ્ટરાઈટ લેવાતાં બાળકને’ય લાગે કે ચોવીસ કલ્લાક એના ક્લાસ છે. મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. નાનકડું પંખી પણ પોતાની પાંખોથી રાખે છે ઊડવાની આશા બાળકને’ય થાય કેમ બોલી શકાય નહીં દાદા ને દાદીની ભાષા? મા કરતાં માસીની બોલબાલા હોય એવા પીંજરામાં આખ્ખું આકાશ છે મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે. - કૃષ્ણ દવે

[પાછળ]     [ટોચ]