[પાછળ]

વર્ષાએ કરી કમાલ

આજ ભીંજાવું શું છે જાણ્યું, વર્ષાએ કરી કમાલ. મારે આંગણ સાગર વરસે, લઈને નદીઓનું વ્હાલ. સોળ વરસની વર્ષા નાચે પહેરી મસ્ત પવનના ઝાંઝર ઉમંગોની લચકાતી કમર પર પીડાની છલકે ગાગર વાત ચડી વંટોળે હું થઈ ગઈ માલામાલ જડ્યું અચાનક ગોપિત ઝરણું વર્ષાએ કરી કમાલ. આભ અરીસે મીટ જો માંડી, કાયા થઈ ગઈ કંકુવરણી. ફોરાં અડતાં મહેક્યા સંદેશ, ગોકુળ બનતી મનની વરણી. ભીતર કનડે ભીના રાગો, સાતે સૂરો કરે ધમાલ, ગમ્યું અચાનક ખુદને મળવું વર્ષાએ કરી કમાલ. -નીલેશ રાણા ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો નિશા ઉપાધ્યાય દ્વારા આ કવિતાની થયેલી સુંદર રજૂઆત
આજ ભીંજાવું શું છે જાણ્યું,, વર્ષાએ કરી કમાલ
[પાછળ]     [ટોચ]