[પાછળ] 
હસો ને હસાવો

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના  સૂર  ઉરથી વહાવો.
વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ  છે જૂઠું  બધુંયે,
બધાં  બંધનો  એહ  દૂરે  ફગાવો.
જુઓ આસપાસે  ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન  એવું  તમેયે બજાવો.
ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને  અંતર  જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ  હસીને હસાવો.

-ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’
 [પાછળ]     [ટોચ]