[પાછળ]
શિવોહમ્ શિવોહમ્
ન હું ચિત્ત બુદ્ધિ મનસ્ કે અહં ના
નથી કાન જિહ્વા ન હું નેત્ર નાક
ન આકાશ ભૂમિ ન વાયુ ન અગ્નિ 
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.

ન હું પ્રાણ સંજ્ઞા, ન પંચાનિલો હું
નહીં સપ્તધાતુ, ન વા પંચકોષ
ન વાણી ન પાણિપદો કે ઉપસ્થ 
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.
 
ન હું રાગ-દ્વેષ, ન વા લોભ, મોહ
ન ઈર્ષા મને કે, મદે ના હું મત્ત,
નહીં ધર્મ, અર્થ, નહીં કામ, મોક્ષ
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્. 

ન હું પાપ, પુણ્ય, નથી સુખ દુઃખ,
નહીં મંત્ર, તીર્થ નહીં યજ્ઞ વેદ
નથી ભોજ્ય, ભોક્તા, ન વા ભોજને હું
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્.

નહીં મૃત્યુ શંકા, નથી જાતિભેદ
નથી માત-તાત, ન જન્મ્યો કદીય 
નથી બંધુ, મિત્ર, ગુરુ કે ન શિષ્ય
ચિદાનંદ રૂપે શિવોહમ્ શિવોહમ્. 

નિરાકાર છું હું અને નિર્વિકલ્પ
વિભુ છું સદા વ્યાપ્ત સર્વત્ર છું હું
હું છું સમત્વે, નથી બંધ મુક્તિ 
ચિદાનંદે રૂપે શિવોહમ્ શિવોહમ્.
– જયન્ત પંડ્યા
(આદિ શંકરાચાર્ય પ્રણિત
સંસ્કૃત ભાષાના નિર્વાણ ષટકમ્‌નું
આ ગુજરાતી રૂપાંતર છે.) 

મૂળ ૬ સંસ્કૃત શ્લોક

मनोबुद्धयहंकारचित्तानि नाहम्
न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे
न च व्योम भूमिर्न तेजॊ न वायु:
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥१॥

न च प्राण संज्ञो न वै पञ्चवायु:
न वा सप्तधातुर्न वा पञ्चकोश:
न वाक्पाणिपादौ  न चोपस्थपायू
चिदानन्द रूप:शिवोऽहम् शिवोऽहम् ॥२॥

न मे द्वेष रागौ न मे लोभ मोहौ
मदो नैव मे नैव मात्सर्य भाव:
न धर्मो न चार्थो न कामो ना मोक्ष:
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥३॥

न पुण्यं न पापं न सौख्यं न दु:खम्
न मन्त्रो न तीर्थं न वेदार् न यज्ञा:
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
चिदानन्द रूप:शिवोऽहम् शिवोऽहम् ॥४॥

न मे मृत्यु शंका न मे जातिभेद
पिता नैव मे नैव माता न जन्म:
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य:
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥५॥

अहं निर्विकल्पॊ निराकार रूपॊ
विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम्
न चासंगतं नैव मुक्तिर्न मेय:
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥६॥

[પાછળ]     [ટોચ]