[પાછળ]
માત-પિતા છે મહાન

જગતમાં માત-પિતા છે મહાન, માત-પિતા છે મહાન
પહેલા આવે માત-પિતા ને પછી આવે ભગવાન
આપ્યું, આપ્યું,  કદી ન માપ્યું,  માગ્યું કદી ન માન
જોડ જડે નહિ જગમાં એની કરીએ સૌ સન્માન

આજ આપણે મોટા થયા ને કર્યા કંઈ મોટા કામ
જનમ દીધો છે એમણે ત્યારે પામ્યા જગમાં નામ
આપણા ઘરમાં કેમ ન હો જેના હૈયે આપણું સ્થાન?

જગદીશ્વરને જોયા નથી, પણ આવે એક વિચાર
જેણે  સર્જ્યા  માત-પિતા  એ  વંદનના  હક્કદાર
માત-પિતાની કરીએ આરતી, અવસર છે અણમૂલ
માતપિતાથી કોઈ ન મોટું, માફ કરજે ભગવાન!

-તુષાર શુક્લ
[પાછળ]     [ટોચ]