[પાછળ] 
કંઠે વર્ષાનાં ગાન
ભીની ધરતી ને ભીના પાન
અંગ અંગ ભીનાં ભીનાં, કંઠે વર્ષાનાં ગાન રે

ભીને  તે  વાયરે,  ભીની  ભૂમિની  ગંધ
ફોરે આ  પાંદડી,  ભીનાં પાલવના  બંધ

ભીનાં આકાશે ખેંચી, ભીની આ મેઘ-કમાન
અંગ અંગ ભીનાં ભીનાં, કંઠે વર્ષાનાં ગાન રે

ભીની જલ-ચુંદડી,  દશે  દિશાએ  ઓઢી
ભીને લોચનીએ જાગી, સેના ઝરણાની પોઢી

ભીનાં ભીનાં તે હૈયે,  કોનાં આ સન્માન
અંગ અંગ ભીનાં ભીનાં, કંઠે વર્ષાનાં ગાન રે

-જયંત પલાણ
 [પાછળ]     [ટોચ]